badge

માં તે માં!

“બેટા જેકેટ તો પહેરી લે. ઠંડી લાગશે.”

“નથી પહેરવું માં.”

થોડી વાર રહીને, “બેટા બરાબર બારણું પકડજે.”

“મમ્મી તું ચુપ રે ને.”

ગઈ કાલે સવારે ટ્રેઈન માં જયારે સુરત થી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે એક માં ઉભી ઉભી બારણાં પાસે લટકતા એના દીકરા ને કહી રહી હતી. જ્યાં સુધી એનો દીકરો એની પાસે અંદર ન આવ્યો ત્યાં સુધી માં એકધારું એની પર નજર રાખી રહી હતી. ખરી હોય છે આ માં! ભૂલચૂકમાં ઘણી વાર આપણે પણ માં બાપ સાથે આવું જ કરતા હોઈએ છીએ. આ કિસ્સો જોઈ મને મેં મારી મમ્મી સાથે કરેલા ખરાબ વર્તનના થોડા કિસ્સા યાદ આવ્યા. સુરતથી અમદાવાદ આવતી વખતે ઘણી વાર હું મમ્મી સાથે આવું જ વર્તન કરતો હોઉં છું. મારું બેગ મને છેલ્લી દસ મિનીટ માં પેક કરવાની આદત છે. અને હું મમ્મી ને હમેશાં વધારે નાસ્તો ન મુકવાનું કેતો હોઉં છું. આ જ બાબતે અમારો ઝઘડો થતો હોય છે. દર વખતે સુરત છોડવાની એ છેલ્લી દસ મિનીટ મારા માટે બહું જ અઘરી હોય છે. પોતાનું ઘર છોડીને જવું ક્યાં સહેલું છે. અને આ અઘરી દસ મિનીટ ને સહેલી કરવા માટે મમ્મી સાથે બબાલ. બેગ માં કપડા પેક કરીને બેગ નીચે મુકું એટલે મમ્મી એમાં કઈ રહી નથી ગયું એ જોવાના બહાને એમાં ખાવાનું ભરવાનું ચાલુ કરે. અને મને ખબર હોય કે બેગ માં ખાવાનું પેક થઇ જ ગયું હશે તો પણ હું પૂછું, કઈ વધારે ભર્યું નથી ને અંદર. એટલે એ હસીને નાં પાડે. અને બા (દાદી) એની વાતો માં સુર પુરાવે. બાને પગે લાગીને, બહેન ને ભેટીને બહાર નીકળું. મમ્મી ને પગે લાગીને ભેટું અને પપ્પા સાથે બાઈક પર બેસું એટલે મમ્મી ની આંખો ભીની થાય. ખબર છે એને કે આ દિવસ આવવાનો જ છે તો પણ એ રડે. અને હું એની આંખોમાં આંખ મિલાવ્યા વગર જ નીકળી જાઉં. મારી પણ કઈક એના જેવી જ સ્થીતી હોય પણ હું બોલી ન શકું. સાંજે જયારે અમદાવાદ પહોચીને બેગ ખોલું એટલે એમાં રાત નું જમવાનું અને બહું બધો નાસ્તો બેઠેલો હોય. એ જોઈને મોઢા પર સ્મિત આવી જાય. તરત જ મમ્મી ને કોલ કરું અને કહું, સારું થયું તમેં ખાવાનું મૂકી દીધું. આજે હવે મારે બહાર ખાવાનું શોધવા નહિ જવું પડે.

ઘણીવાર મારી આવી નાની નાની વાતો માં મમ્મી સાથે બબાલ થતી રહેતી હોય છે. જરૂર પડે અને વધારે બોલાઈ જાય તો માફી પણ માંગી લઉં. અને એ પણ સમજી જતી હોય છે મારી સ્થિતિ.

ખરેખર માં એ માં. એના જેવું દુનિયા માં બીજું કોઈ નહિ. આઈ લાવ યુ માં. 🙂

બ્લોગ વાંચવા બદલ આપનો આભાર. કોમેન્ટ્સ દ્વારા તમારો અભિપ્રાય આપવાનું ન ભૂલતા. હવે બીજી પોસ્ટ આવતાં વર્ષે. હા. કાલે ૨૦૧૪ ચાલુ થાય છે. 😀

એડવાન્સ માં હેપ્પી ન્યુ યર. 🙂

 

Published byNishit Jariwala

Blogger, entrepreneur, designer, photographer and a dreamer are just a few words to describe Nishit - a hybrid engineering student who thinks he is too creative to stick to a 9 to 4 college routine. He is extremely passionate about startups. Entrepreneurship is not a career decision for him, it is a lifestyle choice he made when he was only 18.

4 Comments

 • Anita_JSR

  December 31, 2013 at 9:13 pm Reply

  same here…College years દરમિયાન રાજકોટ જતી વખતે મારો મગજ હમેશા આસમાને હોય.. સવારથી હું ચુપ હોઉં..(બધાને એમ થાય કે આજે જવાનું છે એટલે ગુસ્સે થાઉં છું..પણ હકીકતે કૈક બોલું તો રડી પડવાના chances વધારે હોય!!! એટલે ચુપ રહું..)..બસ ઉપડે એટલે ખલ્લાસ.. કાનમાં earphone ભરાવી આરામથી કોઈ જુએ નહિ એમ રડી લેવાનું…રાજકોટ પહોચીને પણ mummy સામેથી ફોન કરે કે પહોચી કે નહિ.. mummy ને છોડ્યા પછીનો 1 દિવસ હમેશા ઉદાસ હોય! આપણે ગમે એટલા મોટા થઇ જઈએ, ગમે તેટલા સેલ્ફ dependent અથવા capable થઇ જઈએ પણ અમુક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી! mummy પ્રત્યેનું affection એમાંની એક વસ્તુ છે… by the way nishu, nicely written..દરેક hostel વાસીઓને પોત-પોતાની mummy યાદ આવી ગઈ હશે! 🙂

  • Nishit Jariwala

   December 31, 2013 at 11:32 pm Reply

   આપણે ગમે એટલા મોટા થઇ જઈએ, ગમે તેટલા સેલ્ફ dependent અથવા capable થઇ જઈએ પણ અમુક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી! આ લાઈન બહું જ મસ્ત છે. Thanks sis. 🙂

 • Vivek Vyas

  December 31, 2013 at 9:55 pm Reply

  Very well written, I could feel the emotions I have gone through the same experiences and I bet many of us would also have.
  All the best wishes of the new year. Keep up the good work.

  • Nishit Jariwala

   December 31, 2013 at 11:33 pm Reply

   Thanks Vivekbhai! Nice to hear that you’ve gone through the same experiences. 🙂

Post a Comment